અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
અંદાડા ગામ ખાતે આયોજન
સ્વતંત્રતા પર્વ નિમિત્તે આયોજન
ભવ્ય તિરંગા યાત્રા નિકળી
મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા
અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામપંચાયત અને આયુષ્યમાન ભારત સબ સેન્ટરના સહયોગથી એક દેશ, એક ધ્વજ, એક ગૌરવ” ના સૂત્ર સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાય હતી.
દેશના 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ‘એક દેશ, એક ધ્વજ, એક ગૌરવ’ના સૂત્ર સાથે ભવ્ય તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે.જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે ગ્રામપંચાયત ,ગામની પ્રાથમિક કુમાર શાળા તથા કન્યા શાળા અને આયુષ્યમાન ભારત સબ સેન્ટર અંદાડાના સહયોગથી ‘એક દેશ, એક ધ્વજ, એક ગૌરવ’ના સૂત્ર સાથે ભવ્ય તિરંગા યાત્રાઓ યોજાઈ હતી.
આ તિરંગા યાત્રા કુમાર શાળા ખાતેથી નીકળી ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.આ યાત્રામાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશો ફેલાવ્યો હતો. દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જય’ના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠતા રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો.આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
