અંકલેશ્વરમાં બની દુર્ઘટના
વીજ કંપનીની કામગીરી દરમ્યાન બનાવ
2 વીજપોલ ધરાશાયી
પ્રતિન ચોકડી વિસ્તારની ઘટના
અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં વીજ કંપનીની કામગીરી દરમ્યાન 2 વિજપોલ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં વીજ વિભાગની કામગીરી દરમિયાન લોખંડના વીજપોલ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક કારને મોટું નુકસાન થયું છે.પ્રતિન વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ લોખંડના વીજ થાંભલા ઉપરથી વીજ વાયરોનું કટીંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક બાદ એક વીજપોલ ધરાશાયી થયાની ઘટના સામે આવી હતી.
પ્રતિન વિસ્તારમાં આવેલી મહાશિવ હોટલ પાસે લોખંડનો વીજપોલ પાર્ક કરેલી એક કાર ઉપર પડ્યો હતો. તે સમયે કારમાં ડ્રાઇવર હાજર હતો જો કે સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. જોકે, વીજપોલ કાર ઉપર પડતાં કારને મોટું નુકસાન થયું હતું.આ ઉપરાંત પ્રતિન હોટલ પાસે પણ એક લોખંડનો વીજપોલ ધરાશાયી થયો હતો. ભરચક વિસ્તારમાં વીજપોલ પડતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્થાનિકોમાં વીજ વિભાગની કામગીરી અને સલામતીના પગલાં અંગે સવાલો ઉઠી રહ્યા છે.
