ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગત તારીખ-7-8-2020ના રોજ અંકલેશ્વરના ભડકોદ્રા ગામના તૃપ્તિ એપાર્ટમેન્ટ ખાતે રહેતો ધર્મેન્દ્રસિંઘ રાધેશ્યામ સિંઘ રાઠોડને બાર બોરની સિંગલ બેલર બ્રિચલોડર બંદૂક અને લાયસન્સ પ્રભારી અધિકારી આર્મ્સ કલેકટર ફતેહગઢનો સિક્કો મારી તેના ઉપર સહી કરી ઈશ્યુ કરેલ લાયસન્સ વડે અલગ અલગ સિક્યુરિટી એજન્સીમાં ગનમેન તરીકે નોકરી કરતો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે બંદૂક અને પાંચ કારતુસ મળી કુલ 20 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને ધર્મેન્દ્રસિંઘ રાઠોડને ઝડપી પાડ્યો હતો.જ્યારે બારડોલી રોડ ઉપર આવેલ ઓમ રેસિડેન્સીમાં રહેતો ત્રિભુવનસિંઘ ઉર્ફે બીજેન્દ્રસિંઘ રામસ્વર્થસિંધ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે ત્રિભુવનસિંઘ ઉર્ફે બીજેન્દ્રસિંઘ રામસ્વર્થસિંધ ચૌહાણને ઝડપી પાડ્યો હતો
