ભરૂચના જંબુસર તાલુકાના અણખી ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ભરૂચ LCBની ટીમે તળાવની પાળે આવેલી ખરાબાની જગ્યાએ દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન જુગાર રમતા રાવજી ઉર્ફે રાજુ મેલા ઠાકોર, નિમેષ રાજ અને સમીર ઉર્ફે સેટ્ટો ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી કુલ ₹51 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.આ કાર્યવાહી દરમિયાન ભાજપના બક્ષીપંચ મોરચાના જંબુસર તાલુકા ઉપપ્રમુખ સંદીપભાઈ ચંદુભાઈ રાવળ ઉર્ફે સુજાણી અને અજયભાઈ સ્થળ પર હાજર ન મળતાં બંનેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.સમગ્ર મામલે વેડચ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.