અંકલેશ્વરના ગડખોલથી અંદાડાને જોડતો માર્ગ અતિ બિસ્માર હાલતમાં થઈ જતા રીક્ષા ચાલકોએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી હતી
અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી અંદાડાને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર પડેલા ખાડા અને માર્ગની બાજુમાં ગટર માટે કરવામાં આવેલા ખોદકામના કારણે અવરજવર વધુ મુશ્કેલ બની છે.માર્ગની બિસ્માર સ્થિતિને લઈને રિક્ષા ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રનું ધ્યાન દોરવા માટે રિક્ષા ચાલકોએ માર્ગની બાજુમાં ગટર માટે ખોદવામાં આવેલા ખાડામાં બેસીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદી માહોલમાં માર્ગની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે અને વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. ગડખોલ પાટીયાથી અંદાડા તરફનો આ માર્ગ મહત્વપૂર્ણ હોવાથી રોજબરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે.હવે રિક્ષા ચાલકો અને સ્થાનિકોએ તંત્ર સમક્ષ માર્ગનું તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરી છે.
