ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનના પર્વની ભરૂચ અંકલેશ્વરમાં આજરોજ હર્ષોઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી બહેનોએ ભાઈઓને કાંડે રાખડી બાંધી તહેવારની ઉજવણી કરી હતી
રક્ષાબંધનએ ભાઈઓ અને બહેનો વચ્ચે પ્રેમનો એક સુંદર તહેવાર છે. આ દિવસે ભાઈ-બહેનો એકબીજાની સુરક્ષા માટે એકબીજાના કાંડા પર રાખડી બાંધે છે. આ પવિત્ર પ્રથા ભાઈ-બહેનના પરસ્પર પ્રેમ અને સુરક્ષાના વચનને મજબૂત બનાવે છે.ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનના પર્વની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ અંકલેશ્વરમાં પણ બહેનોએ ભાઈના કાંડે રાખડી બાંધી આ પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.પૈરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલનો વધ કરવા માટે તેમનું સુદર્શન ચક્ર છોડી દીધું પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું માથુ કાપીને પછી ભગવાન કૃષ્ણ પાસે પાછું ફર્યુ, ત્યારે તેમની તર્જની આંગળીમાં ઊંડો ઘા થયો. દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો. દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે ત્યારથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે
