ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આયોજન
કાવડ યાત્રાનું આયોજન કરાયુ
નર્મદાના નીરથી મહાદેવ પર જળાભિસેક કરાયો
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
ભરૂચના એકતા એ જ લક્ષય સંગઠન દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ જોડાયા હતા
ભરૂચના એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા અધ્યક્ષ પ્રાંશુ તિવારીના અધ્યક્ષસ્થાને ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં સંગઠનના કાર્યકર્તાઓ, સભ્યો, સંતજનો તેમજ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.કાવડ યાત્રાનો પ્રારંભ નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી થયો હતો. કાવડિયાઓ દ્વારા નર્મદાનું પવિત્ર જળ કાવડમાં ધારણ કરી ભક્તિભાવપૂર્વક યાત્રા કરવામાં આવી હતી. દાંડિયા બજાર સ્થિત ભૃગુઋષિ મંદિર ખાતે યાત્રા પહોંચ્યા બાદ નર્મદાના પવિત્ર જળથી ભગવાન મહાદેવનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તથા રામ જાનકી આશ્રમના સ્વામી રાઘવેન્દ્ર દાસજી પણ કાવડ યાત્રામાં જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન ‘હર હર મહાદેવ’ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કાવડ યાત્રામાં જોડાયા હતા
