ભરૂચના આમોદમાં સમરસ કળશ કાવડ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

ભરૂચ શહેરના ઢાલ વિસ્તાર ખાતેથી ગઈકાલ તા. 29-08-2026ના રોજ બપોરના પ્રારંભ થયેલી કાવડ-સમરસ કળશ કાવડ યાત્રા આજે આમોદ શહેર ખાતે આવી પહોંચતા ભારતીય જનતા પાર્ટી, આમોદ શહેરના કાર્યકરો તથા આગેવાનો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં 200થી વધુ કળશ યાત્રીઓ જોડાયા હતા. યાત્રા આમોદ શહેરમાંથી પસાર થઈ જંબુસર તરફ પ્રસ્થાન કરી હતી. યાત્રાળુઓ દ્વારા હર હર મહાદેવ’ અને ‘જય જય ભોલે’ના નારાઓ સાથે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દેવામાં આવ્યું હતું.આ યાત્રા આમોદથી આગળ જંબુસર તરફ પ્રસ્થાન કરી કાવી-કંબોઇ ખાતે આવેલા પવિત્ર સ્તંભેશ્વર મહાદેવ મંદિર તરફ રવાના થઈ હતી. જ્યાં શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન ભોળાનાથના દર્શન કરી પૂજા-અર્ચના કરવામાં આવશે.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનો તેમજ સ્થાનિક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.