ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
નીજ ફાઉન્ડેશન દ્વારા આયોજન
શ્રીજી મંદિર હોલમાં આયોજન
ભજન સ્પર્ધાનું આયોજન
ભજન મંડળોએ લીધો ઉત્સાહભેર ભાગ
ભરૂચના શ્રીજી મંદિર ખાતે નીજ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ભજન મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
ભરૂચ ખાતે શ્રીજી મંદિર હોલમાં નીજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભજન સ્પર્ધાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ભરૂચ અને સુરતથી આવેલા 12 થી વધુ ભજન મંડળોએ ઉત્સાહભેર ભાગ લઈને ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ભજન મંડળોએ સુંદર ભજનોની રજૂઆત કરી હતી. સ્પર્ધાના નિર્ણાયક તરીકે મનિષાબેન દવે તથા ડૉ. શ્રેયાબેન પટેલે સેવા આપી હતી.સ્પર્ધાના પરિણામ મુજબ પ્રથમ વિજેતા તરીકે સખી ભજન મંડળ – જીએનએફસી, દ્વિતીય વિજેતા તરીકે શક્તિ મંડળ, ગામ તળાવ, માંડવી, જી.સુરત, જ્યારે તૃતીય વિજેતા તરીકે કેદારનાથ ભજન મંડળ, ઝાડેશ્વર તથા ગોપી મંડળ, મંગલા પાર્ક વિજેતા બન્યા હતા.
