અંકલેશ્વરના સારંગપુર ગામ વણઝારાવાસમાં આવેલ ભગવાનભાઈ દલાજી વણઝારાના મકાનના ધાંબા તેઓનો ભાઈ ઈશ્વર ભગાભાઈ વણઝારા કેટલાક ઈસમો બોલાવી જુગાર રમાડી રહ્યો છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડા 28 હજાર અને 5 મોબાઈલ ફોન મળી કુલ 88 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને જુગારી ઈશ્વર વણઝારા, મહેશ પ્રતાપ વણઝારા,જગદીશ રાણાજી વણઝારા અને સુરજસિંગ હરજીતસિંગ તેમજ ક્રિષ્ના મીઠુલાલ મલાને ઝડપી પાડ્યો હતો.