ભરૂચના  જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ખાતે ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. સ્તંભેશ્વર મહાદેવના દર્શન માટે જઈ રહેલી કાર ગટરમાં ખાબકી હતી. પ્રાથમિક માહિતી મુજબ, કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં કારમાં સવાર બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.કાવી-કંબોઈ ખાતે અઠવાડિયામાં બીજી વખત અકસ્માતની ઘટના સામે આવતા માર્ગની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ પણ આ સ્થળે કાર ગટરમાં ખાબકવાની ઘટના સામે આવી હતી.સદનસીબે આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી છે.