ભરૂચ તાલુકાના ગોવાલી સ્થિત શ્રીમતી સી. કે. જી. હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને HPV વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. વેક્સિનેશન સેશન શરૂ થતાં પહેલાં ડૉ. રણજીતસિંહ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓને ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી આ રસીના મહત્વ, ઉપયોગિતા અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા બદલ નિજ ફાઉન્ડેશન દ્વારા આચાર્ય બીનાબેન જોશી, વાલીઓ, THO ડૉ. સુનિલ, ગોવાલી PHCના આશાવર્કર નિમિષાબેન અને ફિમેલ હેલ્થ વર્કર પાયલબેનનો આભાર માનવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમગ્ર ડ્રાઈવનું સફળ આયોજન કરવા બદલ Rtn. સંતોષકુમાર તિબ્રેવાલનો પણ વિશેષ આભાર વ્યક્ત કરાયો હતો. સ્વસ્થ દીકરી – સુરક્ષિત ભવિષ્ય – સશક્ત સમાજના સૂત્ર સાથે અભિયાન સંપન્ન થયું હતું.
ભરૂચ: આરોગ્ય શાખા અને નિજ ફાઉન્ડેશન દ્વારા ગોવાલી ખાતે દીકરીઓ માટે HPV વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરાયુ
