ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભા રહેતા અને ટ્રાફિકને અડચણરૂપ બનતા લારી તેમજ પાથરણાવાળાઓને ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા વિસ્તારમાં મુખ્ય માર્ગો પર લારીઓ અને પાથરણાં ગોઠવાઈ જવાના કારણે લાંબા સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી. જેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી, ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા ત્રણ રસ્તા અને શાક માર્કેટ આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે રસ્તા રોકીને ઉભેલા વેપારીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે. દબાણ હટાવવાની ઝુંબેશ અંતર્ગત ગેરકાયદેસર રીતે ઉભા રહેતા અને ટ્રાફિકને અડચણરૂપ બનતા લારી તેમજ પાથરણાવાળાઓને ખસેડવામાં આવ્યા હતા. પાલિકાની આ કડક કાર્યવાહીના કારણે હાલ પૂરતો ત્રણ રસ્તા શાક માર્કેટ વિસ્તારનો રોડ મોકળો બન્યો છે. તો બીજી તરફ, વેપારીઓ દ્વારા તેમના કાયમી રોજગાર અને યોગ્ય વૈકલ્પિક જગ્યા માટે તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી છે.
