ભરૂચના નબીપુર પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પ્રદર્શન યોજાયું હતું. જેમાં પોલિસ સ્ટાફને ઉપયોગમાં લેવાતા શસ્ત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા.

આ દિવસે ભરૂચ જિલ્લાના લુવારા ગામ સ્થિત એમિક્સ સ્કૂલના આશરે ૧૦૦ જેટલા બાળકો અને શિક્ષકોએ નબીપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જેમાં તેઓને આ શસ્ત્રોના ઉપયોગ અંગેની સંપૂર્ણ માહિતી અપાઈ હતી.
બાળકોને પોલીસ સ્ટેઅફ દ્વારા પોલીસ સ્ટેશનના દરેક વિભાગની માહિતી આપવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનની કાર્ય પદ્ધતિની સમજ અપાઈ હતી.
