અંકલેશ્વર નગરપાલિકાનો વિવાદ
કરોડોના કૌભાંડના આક્ષેપ
કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયા
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટમાં કૌભાંડ
શાસકોએ આક્ષેપ ફગાવ્યા
અંકલેશ્વર નગર સેવા સદન સંચાલિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટમાં કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે.આ મામલે શાસકોએ વિપક્ષે ઉપજાવી કાઢેલી વાત હોવાનું જણાવી તમામ આક્ષેપ ફગાવ્યા હતા
અંકલેશ્વર નગરપાલિકા હસ્તકના કરોડો રૂપિયાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ અને ડોર-ટુ-ડોર કચરા કલેક્શન પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે રોજ-બરોજ નવા ચોકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.
સુરત ઝોનના પ્રાદેશિક કમિશનરની કચેરી દ્વારા કરાયેલી સ્થળ તપાસમાં ટેન્ડર શરતોનો ભંગ, બોગસ બિલિંગ અને પર્યાવરણીય નિયમોના ધજાગરા ખુલ્લા પડયા હોવાના આક્ષેપ બાદ કોંગ્રેસના નેતા ભુપેન્દ્ર જાનીએ તત્કાલીન શાસકો અને વહીવટીતંત્ર સામે ગંભીર નાણાકીય અનિયમિતતાઓના સીધા આક્ષેપો કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે કચરા પ્રોસેસિંગ પ્લાન્ટની ટેન્ડરિંગ પ્રોસિજર ચાલી રહી હતી તે જ સમયે તત્કાલીન નગરપાલિકા પ્રમુખ દ્વારા ટેન્ડર આવતાની સાથે જ સંબંધિત એજન્સીને એડવાન્સમાં જ રૂપિયા ૧ કરોડની માતબર રકમ ચૂકવી દેવામાં આવી હતી તેમજ આટલી માતબર રકમની ચૂકવણી કરવા છતાં કોઈપણ પ્રકારનું કાયદેસરનું લખાણ કે કરાર પણ કરવામાં આવ્યા ન હોવાના આક્ષેપ કરાયા છે.આ ઉપરાંત લેબરોને ચૂકવવામાં આવતા પગારના નાણાં નગરપાલિકાના
અધિકૃત એકાઉન્ટ વિભાગમાંથી ચૂકવવાને બદલે પાલિકાના જ એક કર્મચારીના અંગત બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા હતા અને ત્યાંથી શ્રમિકોને પગાર વહેંચવામાં આવતો હતો. આ પ્રકારે ગેરકાયદેસર કામગીરી કરીને પાલિકાતંત્રના સત્તાધારીઓએ શ્રમિકોને મળવાપાત્ર પ્રોવિડન્ટ ફંડ સહિતના તમામ કાયદેસરના હકોથી વંચિત રાખવાનું
કામ કર્યું હોવાના આક્ષેપ સાથે કડક તપાસની માંગ કરી છે કોંગ્રેસના તમામ આક્ષેપોને નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ અંદાડીયાએ ફગાવ્યા છે તેઓએ જણાવ્યું હતું કે ટેન્ડર અને ચુકવણીની પ્રક્રિયા તમામ નીતિ નિયમોને આધીન જ કરવામાં આવી છે.વિપક્ષ દ્વારા ઉપજાવી કાઢવામાં આવેલી વાત હોવાનો તેઓએ દાવો કર્યો હતો
