અંકલેશ્વરમાં રહેણાંક વિસ્તારમાં ધંધાદારી ગેરકાયદે ઉભા કરાયેલા બે ફર્નિચરના ગોડાઉન અને 3 દુકાનો પર બૌડાની ટીમે ત્રાટકી બાંધકામ દૂર કર્યા હતા જેના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો
અંકલેશ્વરમાં પીરામણ નાકા અને બ્રિજ નગરમાં રહેણાંક વિસ્તારમાં પરવાનગી વગર ગેરકાયદે ઉભા કરાયેલા કોમર્શિયલ બાંધકામો પર આજે ભરૂચ – અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળે ગાજ વરસાવી હતી. બન્ને સ્થળે ગેરકાયદે બાંધકામ ઉભા કરી ચાલતી વ્યવસાયિક પ્રવૃત્તિ પર બૌડાની ટીમ, અધિકારીઓ અને પોલીસ સાથે ત્રાટકી હતી. પીરામણ નાકા વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભી કરાયેલ 3 દુકાનો અને ઉપર ચાલતા ફર્નિચરના ગોડાઉનને સીલ મારી દેવાયું હતું. સાથે જ વધારાનું બાંધકામ જેસીબીથી તોડી પડાયું હતું. જ્યારે બ્રિજ નગર પાસે પણ નીલમ ફર્નિચરનું ધમધમતું ગોડાઉન જેસીબીથી તોડી પાડવામાં આવ્યું હતું. બૌડાની કામગીરીને લઈ ગેરકાયદે દબાણ અને બાંધકામ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
