અંકલેશ્વર શહેરમાં રીક્ષા ચાલક સહિત ત્રણ ઈસમોએ વૃદ્ધ મુસાફરના ખિસ્સામાંથી રોકડા મળી કુલ 15 હજારની મત્તા સરકાવી ફરાર થયેલ ત્રણેય ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતાં.

અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં આવેલ કરોડીયાવાડ વિસ્તારમાં રહેતા ગુલામ રસુલ ઉર્ફે બાબુભાઈ ગુલામ મોહમ્મદ શેખ પોતાના ઘરે જવા માટે પીરામણ નાકા પાસે એક સુરત પાર્સિંગની રિક્ષા આવી હતી. તે સમયે રીક્ષા ચાલકે વૃદ્ધને ક્યાં જવાનું પૂછ્યું હતું.વૃદ્ધે સેલારવાડ જવાનું કહ્યું હતું.રીક્ષા ચાલકે તેઓને બેસાડી રીક્ષા આગળ હંકારી મૂકી હતી.થોડે આગળ રીક્ષા જતા ચાલકે આગળ પોલીસનું ચેકીંગ હોવાનું કહી તેની બાજુમાં બેસેલ ઇસમને પાછળ બેસવા કહેતા તે ઈસમ વૃદ્ધની બાજુમાં બેસી ગયો હતો.અને તેને ફાવતું નહીં હોવાનું કહી ઉઠવાનું કહી વૃદ્ધના ખિસ્સામાં રહેલ 15 હજાર રોકડા કાઢી લઈ ભાડું લીધા વિના ફરાર થઇ ગયા હતાં.ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી સુરતના રાંદેર ખાતે રહેતો રીક્ષા ચાલક સહિત ત્રણેય ઇસમોને ઝડપી પાડ્યા હતા.
