અંકલેશ્વરમાં માર્ગો બન્યા બિસ્માર

રાજપીપળા ચોકડી નજીકનો માર્ગ બિસ્માર

બિસ્માર માર્ગના કારણે વાહનોની ગતિ અવરોધાય

ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ

વાહનોની કતારના આકાશી દ્રશ્યો

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકનો મુખ્યમાર્ગ અતિ બિસ્માર બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બિસ્માર માર્ગના પગલે ભારે ટ્રાફિકજામની સમસ્યાનું નિર્માણ થતા વાહનોની લાંબી કતાર લાગે છે

અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડી પાસેનો મુખ્ય માર્ગ હાલ ખખડધજ બન્યો છે. માર્ગ પર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.રોજિંદા ધમધમતા ટ્રાફિક વચ્ચે વાહનોની લાંબી કતારો સર્જાઈ રહી છે. અનેક વખત કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેતાવાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાડાઓના કારણે વાહનોની ગતિ ધીમી પડતા ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની રહી છે.મહત્વનું છે કે રાજપીપળા ચોકડીથી પસાર થતો આ મુખ્ય માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડે છે. રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળને જોડતા માર્ગની આવી બિસ્માર સ્થિતિ સામે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.રાજપીપળા ચોકડી પર સર્જાયેલા ટ્રાફિકના આકાશી દ્રશ્યોમાં કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. હવે વાહનચાલકો અને સ્થાનિકો દ્વારા માર્ગની તાત્કાલિક મરામત કરી ટ્રાફિકની સમસ્યામાંથી રાહત અપાવવાની માંગ કરવામાં આવી રહી છે.