ભરૂચના આમોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આમોદ શહેરના નગરપાલિકા પટાંગણમાં બારમા તબક્કાના ૨.૧ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાસેતુ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને સરકારની વિવિધ યોજનાઓ તથા સેવાઓનો લાભ એક જ સ્થળે સરળતાથી મળી રહે તે છે.

કાર્યક્રમ દરમિયાન જાતિ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, આધારકાર્ડ, રેશનકાર્ડ, ખેતીવાડી યોજનાઓ, આરોગ્ય સેવાઓ સહિત સરકારના વિવિધ વિભાગોની લગભગ ૫૫ જેટલી યોજનાઓની માહિતી અને લાભ નાગરિકોને આપવામાં આવ્યા હતા

કાર્યક્રમમાં ધારાસભ્ય ડી. કે. સ્વામી ઉપસ્થિત રહી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલા આશરે ૨૧૫ મકાનોના મંજૂરી પ્રમાણપત્રો ધારાસભ્ય ડી. કે. સ્વામીના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા.