સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગના દ્વારા સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સ્થળો અને સરકારી કચેરીઓમાં સ્વચ્છતાનું પ્રમાણ વધે અને નાગરિકોને સુઘડ વાતાવરણ મળી રહે તેવા આશયથી આજરોજ ભરૂચ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ સરકારી કચેરીઓ, રેસ્ટ હાઉસ, સર્કિટ હાઉસ તેમજ માર્ગોની સ્વચ્છતા અને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ અભિયાનમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગીદારી નોંધાવવામાં આવી હતી. સ્વચ્છતા દૈનિક કાર્યશૈલીનો અભિન્ન ભાગ બને અને સ્વચ્છ, સુઘડ કાર્યપરિસર જળવાઈ રહે તેવા સંદેશ સાથે સ્વચ્છતા ઝુંબેશમાં કચેરીના કર્મયોગીઓએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કરી વડાપ્રધાનના સેવા સંકલ્પ અભિયાનમાં શ્રમદાનથી પોતાની સહભાગીદારી નોંધાવી હતી.
