ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ, વંચિત અને ઘરવિહોણા પરિવારોના 100 વારના રહેણાંક પ્લોટના પ્રશ્નને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લામાં લેન્ડ કમિટી દ્વારા અગાઉ ફાળવવામાં આવેલા પ્લોટોની યાદી રદ્દ થવાના મુદ્દા તેમજ BAUDA વિસ્તારમાં જમીન અને વિકાસ સંબંધિત પ્રક્રિયાઓના કારણે ગરીબ પરિવારોને રહેણાંક પ્લોટ મળવામાં મુશ્કેલીઓ થતી હોવાનો ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ, વંચિત અને ઘરવિહોણા પરિવારોના 100 વારના રહેણાંક પ્લોટના પ્રશ્નને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વહીવટી તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
AAP દ્વારા માંગ છે કે, પાત્ર ગરીબ, વંચિત અને ઘરવિહોણા પરિવારોની અરજીઓની પારદર્શક અને સમયમર્યાદામાં વહેલી તકે તપાસ કરી તાત્કાલિક 100 વારના રહેણાંક પ્લોટની ફાળવણીની કાર્યવાહી શરૂ કરવામાં આવે. આ મુદ્દે લોકોના હક્ક અને અધિકાર માટે આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ આવેદન પત્ર આપતી વખતે ભરૂચ જિલ્લા AAP પ્રમુખ, અંકલેશ્વર-વાગરા-ઝઘડિયા વિધાનસભા AAP પ્રભારી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
