ભરૂચમાં કરાયુ આયોજન

કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું

કલેકટર કચેરી બહાર આયોજન

ચૂંટણી પ્રક્રિયા અંગે વિરોધ પ્રદર્શન યોજયુ

મુમતાઝ પટેલ સહિતના આગેવાનોની અટકાયત

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ચૂંટણી પ્રક્રિયામાં વોટ ચોરીના આક્ષેપ સાથે ભાજપ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરાઈ હતી.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ પણ જોડાયા હતા.

આ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. મુમતાઝ પટેલને પોલીસ દ્વારા ખેંચીને પોલીસ વેનમાં બેસાડવામાં આવતા સ્થળ પર ભારે ઘર્ષણના દૃશ્યો જોવા મળ્યા હતા.કોંગ્રેસના આગેવાનો દ્વારા SIRના મુદ્દે ચૂંટણી પ્રક્રિયા અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે જ્ઞાનેશ કુમાર સાથે મળી ભાજપ દ્વારા SIRના માધ્યમથી ‘વોટ ચોરી’ કરવામાં આવી છે. આ મુદ્દે કોંગ્રેસે ચૂંટણી કમિશનરની કામગીરી સામે સવાલો ઉઠાવી રાજીનામાની માંગ કરી હતી.પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાયત કરીને ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવક્તા નાઝુ ફડવાલા, સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.