શહેરના 2 અલગ અલગ વિસ્તારમાં તસ્કરોનો હાથફેરો
સોનેરી મહેલ-માણેકવાડના બંધ મકાનમાંથી ચોરી થઈ
વેજલપુર-કુંભારીયા વિસ્તારના મકાનમાં પણ ચોરી થઈ
દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું
ચોરીની ઘટના સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી
ભરૂચ શહેરના 2 અલગ અલગ વિસ્તારના મકાનોમાંથી ચોરીની ઘટના સામે આવી છે. જેમાં દાગીના અને રોકડ રકમની ચોરી થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ શહેરના 2 અલગ અલગ વિસ્તારોમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ મથક નજીક સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ માણેકવાડમાં રહેતો પરિવાર મકાન બંધ કરી કામ અર્થે બહાર ગયો હતો, ત્યારે બંધ મકાનનો લાભ લઈ તસ્કરોએ ચોરી કરી હતી. જોકે, પરિવાર પરત ફરતા મકાનમાં રહેલો સામાન અસ્તવ્યસ્ત હાલતમાં મળી આવતા ચોરી થઈ હોવાનું જણાયું હતું. જેમાં દાગીના અને રોકડની ચોરી થતાં એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
તો બીજી તરફ, ભરૂચના બી’ ડિવિઝન પોલીસ મથક પાછળ આવેલા વેજલપુર-કુંભારીયા વિસ્તારમાં પણ ચોરી થઈ હતી, જ્યાં મકાનમાંથી દાગીના અને રૂ. 25 હજાર રોકડની ચોરી થઈ હોવાનું મકાન માલિકે જણાવ્યુ હતું. એટલું જ નહીં, તસ્કરોએ મકાનમાં રહેલા CCTV કેમેરાના વાયર પણ કાપી નાખ્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ તો શહેરના 2 અલગ અલગ વિસ્તારમાંથી ચોરીની ઘટના સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
