અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી ફીનોરકેમ્પ લિમિટેડ કંપનીમાં ETP પ્લાન્ટમાં આવેલા ઓઇલ સેપરેટરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી .ફાયર ટીમ તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી ફીનોરકેમ્પ લિમિટેડ કંપનીમાં આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કંપનીના ETP પ્લાન્ટમાં આવેલા ઓઇલ સેપરેટરમાં આગ લાગી હતી.આગની જાણ થતાં કંપનીની સેફટી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે પાનોલી નોટિફાઇડ ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી
