ગેરકાયદે ગેસ રિફીલિંગના કાળા કારોબારનો પર્દાફાશ 

હિલડ્રાઇવ વિસ્તારમાંથી 42 સિલિન્ડર જપ્ત

રહેણાંક મકાનમાં ચાલતું હતું ગેસ ચોરીનું કૌભાંડ

પેરોલ ફર્લો સ્કવોડના દરોડોથી ફફડાટ

પોલીસે રૂ.55,500 નો મુદ્દામાલ કર્યો જપ્ત

ભાવનગર શહેરના હિલડ્રાઇવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ રિફીલિંગના કાળા કારોબાર પર પોલીસે દરોડા પાડીને પર્દાફાશ કર્યો હતો.

ભાવનગર શહેરના હિલડ્રાઇવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ રિફીલિંગના કાળા કારોબાર પર પોલીસે લાલ આંખ કરી છે. રહેણાંક મકાનમાં ગેસના મોટા બાટલામાંથી નાના સિલિન્ડરમાં ગેસ ચોરી કરીને ‘એકના ડબલ’ કરવાનો ખેલ ચાલી રહ્યો હતો, જેના પર પેરોલ ફર્લો ટીમ દ્વારા સરપ્રાઈઝ દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી અલગ-અલગ જાણીતી કંપનીઓના કુલ 42 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂપિયા 55 હજાર 500ની કિંમતનો ગેસ સિલિન્ડર સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ દરોડા દરમિયાન મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ વાળા હાજર મળી આવ્યો ન હતો. જોકે, પોલીસે સમગ્ર રેકેટ સામે ગુનો નોંધીને ફરાર આરોપી મહેન્દ્રસિંહને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.