આમલેથામાં ખેડૂત પર દીપડાનો હુમલો
ખેતર જતી વખતે બની ઘટના
ઈજાગ્રસ્ત ખેડૂત સિવિલમાં સારવાર હેઠળ
દીપડાના હુમલાના પગલે ગ્રામજનોમાં ફફડાટ
વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવાની કવાયત
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામમાં ખેતર જતા ખેડૂત પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો,આ હુમલામાં ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામના રહેવાસી રૂપેન્દ્ર દેવજીભાઈ વસાવા ઉંમર 40 વર્ષ ના ઓ રવિવારની સવારે ઘરેથી ખેતર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન આમલેથા ખાતે રેલવે ફાટક નજીક રસ્તામાં સામેથી અચાનક દીપડો આવી જતા હુમલો થયાનું વન વિભાગની નોંધમાં જણાવાયું છે. આ હુમલામાં રૂપેન્દ્રભાઈને માથા સહિતના શરીરના ભાગે ઈજાઓ થઈ હતી.અને તેઓને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સ્થળ તપાસ હાથ ધરી હતી. તેમજ દીપડાને પકડવા માટે પાંજરુ મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું વન વિભાગ દ્વારા જણાવાયું છે. વન વિભાગના કર્મચારીઓએ ઈજાગ્રસ્ત રૂપેન્દ્રભાઈની પણ મુલાકાત લઈ તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
