ભરૂચના વાગરા પંથકનો બનાવ
પીસાદ વાગરા માર્ગ પર અકસ્માત
ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત
બાઈક સવાર 2 યુવાનોના મોત
પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના વાગરા તાલુકાના પીસાદ અને વાગરા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સુતરેલ ગામના બે યુવાનોએ જીવ ગુમાવતાં પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું
ભરૂચના વાગરા તાલુકાના પીસાદ અને વાગરા વચ્ચે બાઈક અને ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોના કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પીસાદ અને વાગરા વચ્ચે બાઈક અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક પર સવાર બંને યુવાનોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.આ અકસ્માતમાં સુતરેલ ગામના દિનેશ રમેશ વસાવા અને પ્રકાશ રાવજી વસાવાનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. બે યુવાનોનાં અચાનક મોતના સમાચારથી પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.બનાવની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયા હતા. ટેન્કર ચાલક ટેન્કર સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો.
