ભરૂચના આમોદ તાલુકાના ચકલાદ ગામની શાળામાં અંદાજે પાંચ ફૂટ લાંબો ધામણ સાપ દેખાતાં શાળા પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, સમયસર રેસ્ક્યુ કરવામાં આવતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ચકલાદ ગામની શાળામાં ધામણ સાપ દેખાયો હતો. આ અંગે શાળાના આચાર્યને જાણ થતાં તેમણે તાત્કાલિક નેચર ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો. જાણ મળતાં જ નેચર ફાઉન્ડેશનના અંકિત પરમાર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.દરમિયાન, સાપ ઝાડ પર ચડી ગયો હોવાથી તેનું રેસ્ક્યુ કરવું પડકારજનક બન્યું હતું. જોકે, ભારે જહેમત બાદ અંકિત પરમારે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.શાળાના પરિસરમાંથી સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી.