ભરૂચના જંબુસરમાં આયોજન

જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

પીએમ કિસાન ઉત્સવની ઉજવણી

ધારાસભ્ય ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિત

1.70 લાખ ખેડૂતોને યોજનાનો મળશે લાભ

ભરૂચ જિલ્લા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી જંબુસર ખાતે કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો રિલીઝ કરવાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના જિલ્લા કક્ષાના કાર્યક્રમ ઉપરાંત જિલ્લાના 68 ગામોમાં પણ પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને યોજનાની માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ભરૂચ જિલ્લામાં આશરે 1,70,000 જેટલા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવામાં આવનાર હોવાનું જણાવાયું હતું. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને નિર્ધારિત નિયમો અનુસાર આર્થિક સહાય આપવામાં આવે છે.

ખેડૂતોને ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર તથા અન્ય ખેતીલક્ષી જરૂરિયાતો પૂરી કરવામાં આ સહાય ઉપયોગી બની રહે છે.કાર્યક્રમમાં જંબુસર-આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા, જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવ અને જંબુસર નગરપાલિકા પ્રમુખ ચૈતાલીબેન અમિતભાઈ પ્રજાપતિ સહિત જિલ્લા તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.