બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા ઝુંબેશ
જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી
નાંદોદમાં સ્વચ્છતા અભિયાન યોજાયું
ધારાસભ્ય ડો.દર્શના દેશમુખે શ્રદ્ધાંજલિ અર્પી
મહાપુરુષોની પ્રતિમાઓને પુષ્પહાર અર્પણ કરાયા
નર્મદા જિલ્લાના નાંદોદમાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
જનનાયક બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસ-2026 નિમિત્તે નર્મદા જિલ્લામાં 11 થી 18 નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહની ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે આજે નાંદોદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ સહિતના મહાનુભાવોએ જોડાઈને સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓની સાફ-સફાઈ કરી હતી.
આ અભિયાન અંતર્ગત રાજપીપળા શહેરમાં મહાત્મા ગાંધીજી, ભીલરાજા, ડો. બાબાસાહેબ આંબેડકર તેમજ રાજપીપળા ગાર્ડન સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓની સફાઈ કરી પુષ્પહાર અર્પણ કરીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે આઝાદીના લડવૈયાઓના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. આ સ્વચ્છતા ઝુંબેશમાં પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈને જન-જન સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડ્યો હતો.
