પાલનપુર-આબુ હાઇવે પર રાજેસ્થાન તરફથી આવતા બાલારામ બ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રક ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ટ્રક બ્રિજ પરથી 30થી 35 ફૂટ નીચે ખાબકયું હતું. જોકે, આ અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી.

બનાસકાંઠા જિલ્લામાં આજે બપોરના સમયે સુમારે રાજસ્થાન તરફથી સિમેન્ટ ભરીને આવતા ટ્રક ચાલકે ચિત્રાસણી બાલારામ બ્રિજ પર અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક બ્રિજ પરથી 30થી 35 ફૂટ નીચે ખાબકયું હતું. અકસ્માતના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ટ્રક ચાલકને સુરક્ષણિત પણે બહાર કઢાયો હતો સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી.અને ટ્રકના ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી