અભિનેત્રી પૂનમ પાંડે હોસ્પિટલમાં દાખલ છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર આ જાણકારી મુંબઈ પોલીસે આપી છે. જો કે, હજુ સુધી આ માહિતી સામે આવી નથી કે તેમને હોસ્પિટલમાં શા માટે દાખલ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ પહેલા અભિનેત્રી પૂનમ પાંડેએ મુંબઈ પોલીસમાં પતિ સેમ બોમ્બે વિરુદ્ધ મારપીટની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળ્યા બાદ બાંદ્રા પોલીસે તેની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને ત્રણ દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.
આ પહેલા પણ પૂનમ પાંડેએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ પૂનમ પાંડેએ તેના પતિ વિરુદ્ધ ગોવામાં કેસ દાખલ કર્યો હતો. બંનેએ ગયા વર્ષે 10 સપ્ટેમ્બરે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 12 દિવસ બાદ જ બંને વચ્ચે ઝઘડાના સમાચાર સામે આવ્યા હતા. લગ્ન પહેલા બંનેએ લગભગ 2 વર્ષ લિવ-ઈન રિલેશનશિપમાં વિતાવ્યા હતા.
ગયા વર્ષે પૂનમ પાંડેએ પતિ સેમ પર છેડતી, ધમકી અને મારપીટનો આરોપ લગાવ્યો હતો. પૂનમની ફરિયાદ મળ્યા બાદ ગોવા પોલીસે સેમની ધરપકડ કરી હતી. જો કે બાદમાં જામીન મળતા તેને છોડી મુકવામાં આવ્યો હતો.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170