ટિમ ઇન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાની રૂ.5 કરોડની બે ઘડિયાળ અને કસ્ટમ વિભાગે જપ્ત કરી લીધી છે. તેની પાસે આ બંને ઘડિયાળના ઈનવોઈસ ન હતા. એટલું જ નહીં, તેણે આ બંને લક્ઝુરિયસ વૉચ ડિક્લેર પણ કરી ન હતી તેથી કસ્ટમ વિભાગે બને મોંઘી ઘડિયાળ કબ્જે કરી છે.

T20 વર્લ્ડકપ રમીને હાર્દિક પંડ્યા યુએઈ થી ભારત પરત ફરી રહ્યો હતો. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તેની તપાસ કરી હતી. આ દરમિયાન 5 કરોડની બે ઘડિયાળ મળી આવી હતી. ઘડિયાળ અંગે પૂછાયેલા પ્રશ્નોના હાર્દિક સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. આથી કસ્ટમ વિભાગે રૂ.5 કરોડની બંને ઘડિયાળ જપ્ત કરી લીધી હતી. હાલમાં સમગ્ર ICC ટી-20માં હાર્દિક પંડ્યા ફ્લોપ સાબિત થયો છે. એક ઑલરાઉન્ડર તરીકે તેની પાસે ટીમને સારા દેખાવ આશા હતી, પરંતુ ટી-20 વર્લ્ડ કપની ત્રણ ઈનિંગમાં તે માંડ 69 રન કરી શક્યો છે. પહેલા હાર્દિકનો ભાઈ કૃણાલ પંડ્યા પણ ઘડિયાળને લઈને ફસાયો હતો. કસ્ટમ વિભાગે તેને પણ જપ્ત કરી લીધી હતી.