અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક ગમખ્વાર અકસ્માતમાં સર્જાતા 5 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકોને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો, અને પરિક્રમા કરીને પરિવારના સભ્યો પરત ફરી રહ્યા હતા. તે દરમ્યાન ધોળકાની વટામણ ચોકડી નજીક તેમની કારનો ટેન્કર સાથે અકસ્માત થયો હતો, ત્યારે ગમખ્વાર અકસ્માતના પગલે 5 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઇજા પહોચવાથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, 6 દિવસ પહેલા પણ લીંબડી હાઈવે પર અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા, ત્યારે હવે વધુ 5 લોકોના મોતના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.