અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે પેટ્રોલિયમના કર્મચારીને નોટ બદલાવનું કહી છેતરી ગયેલા ગઠિયાની પોલીસે સરથાણા પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી હતી.

સુરત સરથાણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન એક ઈસમ શંકાસ્પદ હિલચાલ કરતાં પોલીસે તેની અટકાયત કરી હતી જેની વધુ પૂછપરછ કરતાં તેણે ગત તારીખ-1લી જાન્યુઆરીના રોજ અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે આવેલ રામેશ્વર પેટ્રોલિયમ ખાતે કર્મચારીને રૂપિયા 100ના દરની દરની નોટો આપી 500 અને બે હજારના દરની નોટો આપવાનું કહી કુલ 1.30 લાખ રૂપિયા લઈ છેતરપિંડી કરી હોવાનું કબૂલ કર્યું હતું

પોલીસે મૂળ રાજકોટ અને હાલ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો અહેમદ રજા ઉર્ફે અયાન જોલને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હતી પોલીસે આરોપીની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર : મહાવીર ટર્નિંગ પાસે પેટ્રોલિયમના કર્મચારીને નોટ બદલાવનું કહી છેતરી જતાં ગઠિયો ઝડપાયો