આગામી તા.૧૭/૦૩/૨૦૨૨ના રોજ હોળી તથા તા. ૧૮/૦૩/૨૦૨૨ના રોજ ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવનાર છે, ત્યારે આ તહેવારો દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા કેટલાક જિલ્લાઓમાં કડક નિયમો સાથેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જાહેર રસ્તાઓ ઉપરથી પસાર થતાં લોકોને અટકાવીને ઘેરૈયાઓ તેમની પાસેથી ગોઠ માંગે છે, અને રસ્તા ઉપર ગોઠ માટે અડચણો ઉભી કરે છે, તથા ગોઠ ન આપનાર ઉપર રંગ છાંટી રાહદારીઓને ત્રાસ આપી પરેશાન કરે છે. જેથી અકસ્માત, તકરારો થવાની શક્યતાઓ હોય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેર હિતમાં આ જાહેરનામું ફરમાવવામાં આવ્યું છે. આ જાહેરનામું હાલ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં લાગુ કરવામાં આવ્યું છે. હોળી-ધૂળેટી નિમિત્તે ઘેરૈયાઓએ લોકો પાસેથી ગોઠ માંગવી નહીં તેમજ રંગ છાંટીને પરેશાન કરવા નહીં, તથા ઇચ્છા વિરૂધ્ધ રંગ છાંટવો નહીં. સાથે જ આ હુકમ/જાહેરનામાનો ભંગ ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભગ બદલના પગલા લેવા ફોજદારી કામ માડવા માટે ફરજ પરના કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે તેવું આ જાહેરનામામાં જણાવાયું છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170