તા. 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ

જે.પી.કોલેજ ઓડિટોરિયમ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

1947 વિભાજનમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અપાય

ડોક્યુમેન્ટરી સહિત વિદ્યાર્થીઓ દ્વારા નાટક પણ રજૂ કરાયું

કલેક્ટર, DDO, SDM, પ્રાધ્યાપકો વિદ્યાર્થીઓની ઉપસ્થિતી

વર્ષ 1947ના વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે, ત્યારે આજરોજ 14 ઓગસ્ટ’ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભરૂચની જે.પી.કોલેજ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

દેશભરમાં આજે તા. 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આજે રાષ્ટ્ર 1947ના વિભાજન દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર અને અસહ્ય વેદના સહન કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે, ત્યારે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભરૂચની જે.પી.કોલેજના ઓડિટોરિયમ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ દિવસ ભાવિ પેઢીઓને પાર્ટીશન દરમિયાન લોકોએ સહન કરેલી પીડા અને વેદનાની યાદ અપાવવા ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાંત અધિકારી મનીષા મનાણી, ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, રમત-ગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, જે.પી.કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી 1947ના વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.નારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.