નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો હેતુ

‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત તિરંગા યાત્રાઓનું આયોજન

બી ડિવિઝન પોલીસ સ્ટેશન-અંબેમાતા સ્કૂલનો સંયુક્ત ઉપક્રમ

તિરંગા યાત્રામાં પોલીસ કર્મીઓ-શાંતિ સમિતિના સભ્યો જોડાયા

દેશભક્તિના નારા લાગતાં વાતાવરણ દેશભક્તિમય બની ગયું

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક અને અંબેમાતા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુસર સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં પણ ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને અંબેમાતા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાય હતી.

તિરંગા યાત્રામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે.ડામોર, પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. તિરંગા યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નારા લગાવવામાં આવતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ અને શાંતિ સમિતિના સભ્યોની ઉપસ્થિતિથી યાત્રામાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.