અંકલેશ્વર પોકસો કોર્ટનો ચુકાદો

દુષ્કર્મના આરોપીને 20 વર્ષ કેદની સજા

વર્ષ 2022માં ઝઘડિયામાં નોંધાયો હતો ગુનો

સગીરા પર લગ્નની લાલચે આચાર્યું હતું દુષ્કર્મ

રૂ.4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ

અંકલેશ્વર પોક્સો કોર્ટે લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર ઝઘડિયાના આરોપીને ફટકારી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

ગત 27 માર્ચ 2022ના રોજ ઝઘડિયા પોલીસ મથકે સગીરાને લગ્નની લાલચે ભગાડી જઈ દુષ્કર્મ આચરવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. ઝઘડિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરીને આરોપી જસવંત ગોવિંદ વસાવાની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી તમામ પુરાવા એકત્ર કરી અંકલેશ્વરની પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

આ કેસની સુનાવણી અંકલેશ્વરની સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટના જજ સી. કે. મુન્શીની કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ જે. બી. પંચાલે ધારદાર રજૂઆતો કરી હતી. સાથે 21 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી 13 જેટલા સાક્ષીઓ તપાસાયા હતા.

સરકારી વકીલની દલીલો, તબીબી રિપોર્ટ અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપી જસવંત વસાવાને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યો હતો. આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારાય હતી.સાથે જ રૂ.4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરાયો છે