મુસ્લિમ સમાજમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને શારીરિક સ્વસ્થ અને શિક્ષણ ક્ષેત્રે આગળ આવી મદદરૂપ થવાના વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ભરૂચમાં વસતા અને ધંધાકીય રીતે આગળ પડતા તેમજ NRI બધુંઓને આવા સમાજના પરિવારો અને યુવાનોને મદદરૂપ થવા માટે આગળ આવવા આહવાન કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં દાવતે ઈસ્લામીના આગેવાન હાજી ઇબ્રાહિમ અતારીએ સેમિનારમાં ઉપસ્થિતોને સમાજ માટે આગળ આવવાની સમજણ આપી હતી.