ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના જલોયા પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ વચ્ચે જિલ્લા કલેક્ટરે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. જલોયા પ્રાથમિક શાળાના ૧૨૫ જેટલા બાળકોને કલેક્ટર દ્વારા તિથિ ભોજન કરાવી અને ભેટ સ્વરૂપે પગરખાં આપવામાં આવ્યા હતા. શાળાના બાળકોએ જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે તથા કપડવંજ પ્રાંત અધિકારી સહિત અન્ય આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ખેડા : જલોયા પ્રાથમિક શાળાના ભૂલકાઓ વચ્ચે જિલ્લા કલેક્ટરે પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી…
જલોયા પ્રાથમિક શાળાના ૧૨૫ જેટલા બાળકોને કલેક્ટર દ્વારા તિથિ ભોજન કરાવી અને ભેટ સ્વરૂપે પગરખાં આપવામાં આવ્યા
