ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકા ખાતે શ્રી સ્વામીનારાયણ નૂતન મંદિર-વરસોલા ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું. આ મહોત્સવમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી પ.પૂ.સદ્દ.શ્રી નીલકંઠચરણદાસજી સ્વામીના આર્શિવચન લીધા હતા.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨૫ માર્ચથી ૨૭ માર્ચ સુધી આયોજીત કરાયો હતો. આ મહોત્સવ દરમિયાન પોથીયાત્રા, ઠાકોરજીની નગરયાત્રા, મહારાજી, મહંતઓનું આગમન, મૂર્તિ પ્રતિષ્ઠા અને સાંસ્કૃતિક જેવા કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, ગામના સરપંચ, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.