મુંબઈ સ્થિત માનવ જ્યોત સંસ્થા દ્વારા ગુજરાત અને મુંબઈની દુઃખ ભંજક ૨૦ સ્વૈચ્છિક સંસ્થાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

ભાવનગરની ગોવર્ધન હવેલી ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમ પ્રસંગે માનવ જ્યોત સંસ્થાના અધ્યક્ષ કુલીનકાંત લુંઠીયા દ્વારા ભાવનગરની શિશુવિહાર સંસ્થા તથા અન્ય સેવા સંસ્થાઓનું સન્માન કરવા સાથે પ્રત્યેકને અનુદાન પેટે રૂ. 5 હજાર અર્પણ કરવામાં આવ્યા હતા. માનવ સેવાને પ્રભુસેવા ગણતી ભાવનગરની સામાજિક સંસ્થાઓને આર્થિક ટેકો આપનાર માનવ જ્યોત સંસ્થાના સન્માનને શિશુવિહાર સંસ્થા વતી મનીષા કણબી, પ્રીતિ ભટ્ટે સન્માનનો સ્વીકાર કર્યો હતો.