સુરતમાં લસકાણા પોલીસ દ્વારા જુગાર રમતા 8 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, લસકાણા વિસ્તારમાં આવેલા આશીર્વાદ બંગલોઝ વિભાગ-4ના મકાન નંબર 135ના ધાબા પર કેટલાક લોકો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી 8 લોકોને ઝડપી પાડ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા લોકોમાં રસીલા વેકરીયા, હિતેશ ઠુંમર, હરેશ કરગર, મુકેશ સોલંકી, ગોવિંદ પટોલિયા, અમિત પરમાર, મનોજ રાઠોડ અને રસિક ગેડિયાનો સમાવેશ થાય છે.

પોલીસે સ્થળ પરથી રૂ. 1 લાખ 16 હજાર રોકડા, 8 મોબાઈલ ફોન અને ગંજી પાનાની 1 કીટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કેસમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ક્રિષ્ના રાખોલીયાની બહેનનું નામ પણ સામે આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગેના તમામ આરોપો અને વિગતો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

લસકાણા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.