અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરાયું

સ્નેહ મિલન સમારોહ યોજાયો

આગેવાનો રહ્યા ઉપસ્થિત

સમાજના વિકાસ અંગે કરાય ચર્ચા

અંકલેશ્વરમાં સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનોને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

અંકલેશ્વરમાં સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તથા સમાજબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિપ્ર ફાઉન્ડેશનના નેજા હેઠળ યોજાયેલા આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા, સંગઠન, સહકાર અને સર્વાંગી વિકાસની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો.સમારોહ દરમિયાન સમાજના સભ્યોએ પરસ્પર હળવાશભર્યું મિલન કરી એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી થવા તથા સમાજના વિકાસ માટે સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં સમાજની વિવિધ પ્રવૃત્તિઓ, સેવા કાર્યો અને ભવિષ્યના વિકાસલક્ષી આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.આ સમારોહમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદુભાઈ જોશી, નોટીફાઇડ એરીયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, ઉદ્યોગ અગ્રણી હરીશ જોશી, એલ.બી.પાંડે, સુનિલ ભટ્ટ સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.