વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા અંકલેશ્વર ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લો હરિયાળો બને અને પર્યાવરણનું જતન થાય તે માટે ભરૂચ સીટીઝન કાઉન્સિલ હરહંમેશ પ્રયત્નશીલ છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલ, અંદાડા ગ્રામ પંચાયત તથા અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે અંકલેશ્વર તાલુકાના અંદાડા ખાતે રેવા અરણ્ય-અંદાડાનો શુભારંભ કરવામાં આવ્યો હતો

Delete Edit

અંદાડા ગ્રામ પંચાયત દ્વારા ભરૂચ સીટીઝન કાઉન્સિલને જમીન ફાળવી આપી વૃક્ષારોપણ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, સેક્રેટરી હરીશ જોષી, મનોજભાઈ આનંદપુરા નરેશ પુજારા, ડીએફઓ ઉર્વશી પ્રજાપતિ, આર.એફ.ઓ. ડામોર, અંદાડા ગ્રામ પંચાયતના સરપંચ નીરુ પટેલ, આગેવાન વિશાલ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય કિરીટ પરમાર, તાલુકા પંચાયતના સભ્ય પુષ્પાબેન પટેલ,અંકલેશ્વર કોર્ટના ન્યાયાધીશ મકવાણા સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર તાલુકાના અંદાડા ખાતે હરીયાળુ વન ઉભું કરવા માટેની નેમ સૌ કોઈએ લીધી હતી

” max-width=”100%” class=”video-element note-video-clip” height=”360″>