ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા તૈયાર કરવામાં આવેલા આઠ એકર જમીન પરના વિવિધ અદ્યતન બાંધકામોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા તૈયાર કરવામાં આવેલા આઠ એકર જમીન પરના વિવિધ અદ્યતન બાંધકામોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેલ તંત્રને વધુ સુસજ્જ અને આધુનિક બનાવવાના હેતુથી નિર્માણ પામેલા આ નવા સંકુલમાં ફિમેલ બેરેક, હાર્ડકોર સેલ, આંગણવાડી, મેટ્રન ઓફિસ, કેન્ટીન, લાયબ્રેરી, ઇન્ડોર ગેમ્સ, જનસેવા કેન્દ્ર, એડમિનિસ્ટ્રેશન ઓફિસ, ફ્લેગ પોસ્ટ, સંત્રી બોક્ષ, ગાર્ડ રૂમ, તેમજ કિચન ડાઇનિંગ સુવિધા સાથેની એસ.આર.પી. બેરેક અને કમ્પાઉન્ડ વોલ સહિતના વિવિધ સુધારાત્મક બાંધકામો ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
આ તમામ અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ ગુજરાત રાજ્યના નાણા, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા અને ગૃહ રક્ષક દળના રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા,ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ ઉપસ્થિત રહ્યા હતા.
