રાજ્યમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 72 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 44 કેસ નોંધાયા છે. આ સાથે જ 53 દર્દી સાજા થયા છે. સંક્રમણથી એક પણ મોત થયું નથી. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 43,858 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 363 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 363 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,280 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 44, વડોદરા કોર્પોરેશન તથા સુરત કોર્પોરેશનમાં 7-7, રાજકોટ કોર્પોરેશન 3, અરવલ્લી- વલસાડમાં 2-2, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર કોર્પોરેશન, ગીરસોમનાથ, મહેસાણા, રાજકોટ અને સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા છે.
