ભરૂચ શહેર ખાતે આવેલ ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે અભ્યાસ કરતા તમામ લાભાર્થીઓના સંતાનો માટે પુસ્તક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ વિશેષ કાર્યક્રમમાં ધોરણ 1થી 12 સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ કીટ આપવામાં આવી હતી. બ્લાઇન્ડ લાભાર્થીઓના દિકરા-દિકરીઓ ભણીને આગળ વધે તે આશયથી અને એમના જીવનમાં તેઓ પગભર બને તે વાતને ધ્યાનમાં રાખી વર્લ્ડ વાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઈન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરમાં સર્વ ધર્મ સમભાવ રાખી તમામ વિદ્યાર્થીઓના વાલીઓને કીટ અર્પણ કરવામાં આવી હતી.
