સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અત્યારે અમદાવાદ જેલમાં બંધ છે ત્યારે ગુજરાત એસઆઇટીએ તેમની વિરુદ્ધ જે સોગંદનામું રજુ કર્યું છે તેમાં સનસનીખેજ ખુલાસો થયો છે કોર્ટમાં 12 પાનાના એફિડેવિટમાં સરકાર પાડવા માટે મોટું ષડયંત્ર રચ્યું હોવાનો ખુલાસો થયો છે. કોર્ટમાં ખાસ સરકારી વકીલ અમિત પટેલ દ્વારા આ સોગંદનામું રજૂ કરાયું છે.
સોગંદનામું જણાવ્યા મુજબ તિસ્તા સેતલવાડ દ્વારા રૂપિયા મંગાવ્યા અને આર્થિક લાભ લીધો. કોંગ્રેસના સિનિયર નેતા અને સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથેની બેઠકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખોટી રીતે સંડોવણી કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ષડયંત્રને કારણે તિસ્તા સેતલવાડ, શ્રી કુમારને જામીન ન આપવા રજુઆત કરવામાં આવી હતી તિસ્તા સેતલવાડ નિવૃત્ત ડીજીપી આર બી શ્રીકુમાર અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પર 2002ના ગુજરાત રમખાણો સાથે જોડાયેલ કેસમાં બનાવટી પુરાવા અને કાવતરું ઘડવાનો આરોપ સોગંદનામામાં જણાવાયું છે કે સેતલવાડ કથિત રીતે આ કાવતરાના ભાગરૂપે શરૂઆતથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું. કારણ કે ગોધરા ટ્રેનની ઘટનાના થોડા દિવસો બાદ જ તેણે સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથે મીટિંગ કરી હતી અને પ્રથમ વખત માં રૂ.5 લાખ લીધા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાની સૂચના પર એક સાક્ષીએ તેમને પૈસા આપ્યા હતા. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવાયું છે કે પટેલ અને સેતલવાડની ફરી મુલાકાત શાહીબાગમાં સરકારી સર્કિટ હાઉસમાં થઈ હતી, જેમાં સાક્ષી પટેલ ની સૂચના પર સેતલવાડ ને વધુ 25 લાખ રૂપિયા આપ્યા હતા
